बुधवार, 24 सितंबर 2025

YOUTUBE માથી પૈસા કમાવવા છે?। How to Make Money Online | ‪@makegujaraticreators‬ | Milan Danidhariya

 ================================================================================
  • બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ youtube માં વિડીયો બનાવી શકે ખરા જેની ઇન્કમ વર્ષોની અંદર મારા હિસાબે એક વર્ષની 100 કરોડથી પ્લસ ઇન્કમ હશે 100 કરોડ હા 100 કરોડ પ્લસ તેની એક વર્ષની રેવેન્યુ હશે કે ભાઈ વિડીયો મૂકો એક મૂકો બે મૂકો ત્રણ મૂકો પછી મને વ્યુ નથી આવતા તો પછી મારે શું કરવું જોઈએ કેટલા વિડીયો સુધી મારે વેઇટ કરવું જોઈએ કેટલા સમય સુધી વેઇટ કરવું જોઈએ એના ઉપર વાત કરીએ મિલનભાઈ કે મેં 15 વર્ષ નોકરી કરી એ 15 વર્ષની અંદર મારો ગ્રો નથી જેટલો થયો જેટલો આ ઓનલાઇન અર્નિંગમાં જ્યારથી હું આવ્યો youtube હોય કે શેર માર્કેટ બંને મારું કામ છે ત્યારથી
  • મારી લાઈફ ચેન્જ થઈ છે જે 15 વર્ષમાં નથી કમાયો ને એ છેલ્લા હું પાંચ સાત વર્ષમાં કમાયો છું અને બિલકુલ મજાની જિંદગી જીવું છું અને ઘણા બધા લોકો જે મારા ભેગા નોકરી કરતા ને હજી પણ નોકરી કરે છે પણ હું એમ કહું છું કે નવ થી છ ની નોકરી છે ને તે ગુલામી છે અને નવ થી છ ની નોકરી કરીને કોઈ માણસ કરોડપતિ કે લાખોપતિ ક્યારેય બન્યો નથી તમારા છોકરાને તમે ભણાવી શકશો ઘર લેશો તેના હપ્તા ભરશો ગાડી લેશો તેના હપ્તા ભરશો તમારી લાઈફ પૂરી જ્યારે આ પાંચ વર્ષની અંદર અંદર મેં મારા પોતાનું ઘર બનાવી લીધું છે કાર લઈ લીધી છે અને ઘણું બધું કરી લીધું છે જેના મારે કોઈ પણ હપ્તા
  • ભરવાના નથી એટલે આ youtube નો પાવર છે ઓનલાઇન શેર માર્કેટ કે youtube બધાની અંદર તમારી મહેનત અને તમારી આવડતની જરૂર છે નમસ્કાર ફરીવાર આપ સૌનું નવા વીડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમારા સૌની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે કરાવવાની છે એક એવી youtube ચેનલ સાથે કરાવવાની છે કે જેને ગુજરાતમાં તહલકો મચાવી દીધો છે ગુજરાતની નંબર વન ટેકનિકલ ચેનલ આજે એમની સાથે વાત કરવાની છે એમના અલગ અલગ વિષયો વિશે વાત કરવાની છે સાથે સાથે તમે ઘરે બેઠા કઈ રીતે youtube માં ઇન્કમ કરી શકો એ તમામ વસ્તુ આજે તમને આ વીડિયોમાં જોવા જાણવા મળશે તો વિડીયો સ્કીપ કર્યા વગર
  • છેલ્લે સુધી જોજો કેમ કે આ વીડિયોમાં તમને 100% ફાયદો થવાનો છે અને આ વિડીયો કેના માટે છે તો કે આ વિડીયો ઘરમાં રહેતા દરેક વ્યક્તિ માટે છે નાનું બાળક છે મોટી ઉંમરના દાદા છે કોઈ ઘરની ગૃહિણી છે કોઈ કામ કરતી વ્યક્તિ છે દરેક વ્યક્તિને આ વિડીયો ઉપયોગમાં આવવાનો છે તો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સ્વાગત કરીએ છીએ વિરેન્દ્રસિંહ ડોડિયાનું સર આપનું હાર્દિક સ્વાગત છે અમારી youtube ચેનલમાં તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત મિલનભાઈ કે જુનાગઢથી આવ્યા અને આમ તો હું અને મિલનભાઈ મિત્ર ઘણા સમયથી પણ આજે કંઈક અલગ રીતથી મળવા આવ્યા છે મિલનભાઈ અને ખરેખર રસપ્રદ માહિતી
  • તમને મળશે એટલે આગળ આગળ આપણે મિલનભાઈને કહીએ કે જે પણ કંઈ પ્રશ્ન એને લાગે જરૂરી જે તમારા માટે એ બધા પૂછે અને શરૂઆત કરે હું બને એટલો બધો બરાબર રીતે તમને જવાબ આપીશ અને મારા જવાબ બધા તમને ઉપયોગી સાબિત થશે એવી 100% ની ખાતરી છે મારી ફ્રેન્ડ્સ સૌથી પહેલા ઇન્ટરવ્યુમાં આપણે આગળ વધીએ એ પહેલા તમારા સૌ સાથે વિરેન્દ્રસિંહ વિશે થોડીક માહિતી હું આપવા માંગીશ છેલ્લા ઘણા વર્ષોથી આ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે અમારી મુલાકાતની વાત કરું તો એક મારા વીડિયોમાં એમણે કોમેન્ટ કરી હતી અને ત્યારથી અમે આજ સુધી બહુ સારા મિત્ર છીએ અને સડનલી અમે પ્લાન કર્યું છે કે કંઈક
  • લોકો માટે બનાવીએ કે જે અમને ઉપયોગી થાય તો છેલ્લા લગભગ છ થી આઠ મહિના પહેલા એમણે એક youtube ચેનલ બનાવી છે જેનું નામ મેઘ ગુજરાતી ક્રિએટર્સ ચેનલ છે અને બહુ ઓછા સમયમાં 15000 સબસ્ક્રાઇબર એમાં ગેઈન કરી ચૂક્યા છીએ વાત સબ્સ્ક્રાઇબર ગેઈન કર્યા છે એની નથી પણ એની અંદર જે માહિતી ઇન ડીપ આપેલી છે એની છે સાથે સાથે તમે જોયું હશે કે ટેકનિકલ ચેનલ માર્કેટમાં youtube માં સોશિયલ મીડિયામાં જેટલી પણ છે એ તમામ બધી હિન્દીમાં છે આપણા ગુજરાતી ક્રિએટર માત્ર એક જ છે વન એન્ડ ઓન્લી વિરેન્દ્રસિંહ ડોડિયા તો એમની સાથે આપણે આજે વાત કરી રહ્યા છીએ તમને પ્રેરણા ક્યાંથી મળી આવી
  • કોઈ ચેનલ ચાલુ કરવી છે લોકોની મદદ કરવી છે પ્રેરણા ક્યાંથી મળી હવે એના માટે છે ને મિલનભાઈ થોડાક તમને બેકમાં લઈ જવા પડે કે આજથી છ સાત વર્ષ પહેલા હું જોબ કરતો અંબોજા સિમેન્ટ કંપની અમારા ઘરની સામે છે તમને ખબર છે આવો જવા એટલે હવે જોબ કરના કરવાની સાથે સાથે ઘણી વખત મને એવું મનમાં થાય કે ભાઈ આ બધા જે વિડીયો મૂકે છે youtube માં કે facebook માં તો તેને કંઈ ફાયદો થાતો હશે કેમ કે ત્યારે એટલું રિચાર્જ મોંઘું હતું જીઓ આવ્યું એ પહેલા પણ youtube હતું એટલે રિચાર્જ મોંઘું હતું છતાં પણ આ લોકો આવો બધો વિડીયો મૂકવાનું કામ કરે છે તો મને એવું થાતું કે ભાઈ આટલા
  • જીબી ડેટા બગાડી અને આ લોકો આ શું કરતા હશે એટલે મેં પછી એની અંદર સર્ચ કર્યું બધું અને ત્યારથી મને આ ચસકો લાગ્યો એમ કહ્યો કે ઓનલાઇનનો જે કાંઈ પણ ધીરે ધીરે રિસર્ચ કરી અને મને ખબર પડી કે ભાઈ આની અંદરથી પૈસા મળે છે અને જ્યારે મેં શરૂઆત કરીને મિલનભાઈ ત્યારે પહેલી ચેનલ મેં બનાવીને નોલેજ એટલું હતું નહીં આપણે હિન્દી વાળાને જોઈને બનાવીને જનરલી હિન્દી વાળા એટલું ખરી રીતે નથી સમજાવતા કે જે આપણે જરૂરી હોય એટલે આપણે એમાં એમ કહેવાય ને કે મથવું પડે આપણે જાણવું પડે એટલે એ બધી જાણી અને ચેનલ ચાલુ કરી અને પેલી જ ચેનલની અંદર અત્યારે કોઈ ક્રાઇટેરિયા હતા
  • નહીં કે 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરો અને 1000 સબસ્ક્રાઇબર પૂરા કરો ડાયરેક્ટ તમારા ચેનલની અંદર ગ્રીન ડોલર તમને દેખાતો એટલે હા એટલે શરૂઆતની અંદર થયા કઈક 60 કે 65 ડોલર ભેગા પણ થયા પણ નોલેજ ઘટતું આવી ગયું તેની અંદર જે કહેવાય ને સ્ટ્રાઈક અને કોમ્યુનિટીની બધી ઇસ્યુ એટલે ચેનલ તે બંધ થઈ ગઈ પણ મેં એ રસ્તો ના છોડ્યો અને ધીરે ધીરે પછી આની અંદર આગળ વધ્યો હવે એ સાત વર્ષ જ્યારે પછી જીઓ લોન્ચ થયું અને ડેટા સસ્તા થયા એ પછી જેટલી મેં ચેનલ ચાલુ કરીને એ બધી ગ્રો થઈ અને ખૂબ સારા એવા પૈસા કમાણો અને એમ કહો ને કે મારી લાઈફ ચેન્જ થઈ અત્યારે છેલ્લા બે અઢી વર્ષથી
  • મેં નોકરી પણ છોડી દીધી છે અને ફૂલ ટાઈમ youtube કરું છું એટલે મને એવું થયું કે હવે હું જો કમાવું છું મારી લાઈફ બદલતી હોય તો મારા ગુજરાતી ભાઈઓ બહેનોની લાઈફ કેમ ના બદલે અને એ મને એવું છેલ્લા પાંચ છ મહિનાથી એટલે આમ તો ચેનલ આપણી મેં ગુજરાતી વર્ષથી ઉપર ઉપર થઈ ગયું છે પણ મારું એવું છે કે જ્યારે સમય મળે ત્યારે જ હું વિડીયો મૂકું છું અને આ ચેનલ રૂપિયા કમાવવા માટે બિલકુલ નથી બનાવી બાકી આની અંદર રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે જે હું હું નથી એટલે તમે બનાવો તો રેગ્યુલર રહેવું પણ આ રીતે મને એવું થયું કે ભાઈ બધા કમાય અને ગુજરાતી ભાષામાં સરળ રીતે લોકોને સમજાય
  • અને ઘરે બેઠા બેઠા પણ પૈસા કમાય તો બસ આ એક મને એવું મનમાં થયું કે આપણને કંઈક મળ્યું તો આપણે કંઈક આપવું છે ત્યાંથી આ ચેનલની શરૂઆત કરી મેં આ ચેનલની જર્ની નો હું સાક્ષી છું પહેલો વિડીયો મૂક્યો એ પણ મને ખ્યાલ છે કે કઈ રીતે શરૂઆત થઈ હતી જ્યારે કોઈ વસ્તુ લોકોની મદદ માટે બનાવવામાં આવે છે ને ત્યારે હંમેશા આગળ વધતી હોય છે વિરેન્દ્રસિંહ પાસે ઘણી બધી ચેનલ્સ છે ઘણી બધી ચેનલ્સ એ હેન્ડલ કરે છે ઘણા બધા સોશિયલ એકાઉન્ટ હેન્ડલ કરે છે બાપુ અત્યાર સુધીમાં તમે કેટલી ચેનલ હેન્ડલ કરો છો અત્યાર સુધી તમે કેટલી ચેનલ હેન્ડલ કરી ચૂક્યા છો મારી પાસે અત્યારે મિલનભાઈ કહું
  • તો ઘણા બધા આપણે ડાયરા જગતના કલાકાર છે તેનું હેન્ડલિંગ છે મારી આગળ ઘણા નામ હું ના આપી શકું પણ એક નામ દઉં તો આપણા ગીરના સાવા જેવા રાજભા ગઢવીનું ઓપરેટિંગ મારી પાસે છે એ સિવાય પણ ઘણા બધા કલાકારનું ઓપરેટિંગ આવતું હોય છે થમબનેલ ડિઝાઇનીંગનું કામ આવતું હોય છે ઘણા બધાના facebook પેજનું હેડલિંગનું આવતું હોય છે ત્રણ ચાર ન્યુઝની ચેનલ છે જેનું હેડલિંગ છે તો આ ટાઈપના તેમાં અંદરથી પણ સારું એવું કમિશન મળે છે અને પ્લસ મારી પોતાની ચેનલ રન કરું છું તો આની અંદર એકવાર તમે ઉતરી જાવ એટલે આવા બધા તમને રસ્તા આગળ મળતા જાય છે 100% વેલ આ વાત થઈ

गुरुवार, 4 सितंबर 2025

Canva Tutorial For Beginners | How to Use Canva Like PRO in 2025 [FREE] | Canva Full Course

કેનવા એક અનોખું પ્લેટફોર્મ જેના પર આપ ડિઝાઇન કોઈ પણ કાર્ય સહેલાઈથી કરી શકો છો

કેનવા એક અનોખું પ્લેટફોર્મ જેના પર આપ ડિઝાઇન કોઈ પણ કાર્ય સહેલાઈથી કરી શકો છો 


++++++


સૌ પ્રથમ આપણે કહેવાનો પરિચય જાણીએ ત્યારબાદ હવે પછીની બીજી પોસ્ટમાં કેનવા વિશેનો એક વિસ્તૃત વિડીયો મૂકવામાં આવે છે જેમાં થી તમે કેનવા વિશે જાણી શકો કેનવામાં કામ કેમ કરવું તે પણ આ વીડિયોમાં બતાવવામાં આવેલું છે youtube ના વિડીયો મૂકવામાં આવ્યો છે પણ આ પહેલા આપણે કેનવાનો સામાન્ય પરિચય જાણી લઈએ જેથી વિડીયો ને સમજવામાં સરળતા રહે



એક સમયે વિદ્યાર્થીઓ કાગળ પર અલગ અલગ ડિઝાઇન બનાવતા હતા કાર્બન પેપર મૂકીને કોપી કરતા હતા તેમાં રંગ પૂરતા હતા આના પહેલા વિદ્યાર્થીઓ પથ્થરની ફ્લેટમાં ચુનાના કાંકરા થી ચિત્રોની પ્રેક્ટિસ કરતા હતા ત્યારબાદ કાગળ પર પેન્સિલથી ડિઝાઇન બનાવવા લાગ્યા ધીમે ધીમે વિકાસ થતો ગયો અને હવે અચાનક આધુનિક ટેકનોલોજીમાં એવા સોફ્ટવેર આવ્યા છે કે જેને કારણે વિદ્યાર્થીઓ ડ્રોઈંગ બનાવી શકે છે જેમાં google નું ડ્રોઈંગ મુખ્ય છે આ ઉપરાંત ફોટોશોપ જેવા સોફ્ટવેર પણ એક સમયે લોકપ્રિય હતા પરંતુ હવે અત્યંત આધુનિક એપ્લિકેશન કેનવા આપની સેવામાં હાજર છે કેનવા વિશે આપણે સૌ પ્રથમ જાણીએ કે કેનવા શું છે કહેવાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તો આ વિશે નીચેનો આર્ટીકલ આપને ખૂબ ઉપયોગી થઈ શકે ત્યારબાદ આપણે કેનવા વિશેની એક youtube વિડીયો કોર્સ પણ જોશું જેને કારણે કેનવા ની અંદર આપ સર્વે માસ્ટરમાઈન્ડ બની શકો. કેનવા એ કેવો કોર્સ છે કે જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે આમાં પ્રેક્ટિસ ની જરૂર છે માત્ર કેનવા વિશે વાંચવાથી તેનો આવડશે નહીં પરંતુ કેનવા સોફ્ટવેરમાં જઈને તેની પ્રેક્ટિસ કરીને કેનવાસ સાથે મિત્રતા કેળવવાથી કેનવા સરસ રીતે આવડી જશે અને કેનવાચથી આપ કોઈપણ સમયે કોઈ પણ ડિઝાઈનિંગ ને લગતું કાર્ય કરી શકશો. કેનવા અત્યંત મોટું સોફ્ટવેર છે તેમાં જેટલું શિખશો એટલું ઓછું છે પ્રસ્તુત વિડીયોની અંદર કેનવા વિશે વિગતવાર જાણકારી આપને મળશે તે પહેલા કેનવા શું છે તે આપણે જાણી લઈએ




કેનવા: ડિઝાઇનને સરળ બનાવતું એક શક્તિશાળી ટૂલ છે. એક વિસ્તૃત ડિઝાઇનિંગ સોફ્ટવેર છે તેનો પરિચય નીચે મુજબ છે

નો ઉપયોગ

પોસ્ટર, સોશિયલ મીડિયા પોસ્ટ, પ્રેઝન્ટેશન કે લોગો બનાવવા માટે ખૂબ સહેલાઈથી થઈ શકે છે.


  તમને ડિઝાઇનિંગનું કોઈ જ્ઞાન નહોતું? જો હા, તો કેનવા તમારા માટે જ છે. કેનવા એક એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે જે દરેક વ્યક્તિને સરળતાથી અને સુંદર રીતે ગ્રાફિક્સ ડિઝાઇન કરવાની સુવિધા પૂરી પાડે છે, ભલે પછી તે વ્યાવસાયિક ડિઝાઇનર હોય કે નવોદિત. આ ટૂલનો મુખ્ય ઉદ્દેશ્ય જટિલ ડિઝાઇન સોફ્ટવેરની જરૂરિયાત વિના, લોકોને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે.

કેનવામાં હજારો રેડીમેડ ટેમ્પ્લેટ્સ (Templates) ઉપલબ્ધ છે જેનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો. આ ઉપરાંત, ફોન્ટ્સ, ચિત્રો (photos), આઈકોન્સ અને અન્ય ગ્રાફિક એલિમેન્ટ્સનો વિશાળ સંગ્રહ પણ અહીં ઉપલબ્ધ છે. આ બધાની મદદથી તમે મિનિટોમાં જ આકર્ષક ડિઝાઇન તૈયાર કરી શકો છો.

કેનવા શા માટે વાપરવું જોઈએ?

કેનવા ઉપયોગમાં સરળ છે.કેનવાનો ઇન્ટરફેસ (interface) ખૂબ જ સરળ અને યુઝર-ફ્રેન્ડલી છે. "ડ્રેગ એન્ડ ડ્રોપ" (Drag and Drop) ફીચરને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઈમેજ, ટેક્સ્ટ કે અન્ય એલિમેન્ટ્સને પોતાની ડિઝાઇનમાં ઉમેરી શકે છે. તમારે કોઈ પણ પ્રકારનું ટેકનિકલ જ્ઞાન કે અનુભવ હોવો જરૂરી નથી.

 કેનવામાં દરેક પ્રકારની જરૂરિયાત માટે ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ છે, જેમ કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ (Instagram, Facebook), વિઝિટિંગ કાર્ડ, ઇન્ફોગ્રાફિક્સ, રેઝ્યૂમે (Resume), પ્રેઝન્ટેશન, વિડીયો એડિટિંગ અને ઘણું બધું. તમારે ફક્ત તમારા મનપસંદ ટેમ્પ્લેટને પસંદ કરીને તેમાં જરૂરી ફેરફાર કરવાનો રહે છે.કેનવા તમને ફોટોગ્રાફ્સ, ચિત્રો, ગ્રાફિક્સ, આઈકોન્સ અને ફોન્ટ્સનો વિશાળ સંગ્રહ પૂરો પાડે છે. આ તમામ એલિમેન્ટ્સની મદદથી તમે તમારી ડિઝાઇનમાં જીવંતતા લાવી શકો છો. ઘણા બધા એલિમેન્ટ્સ મફત ઉપલબ્ધ છે, જ્યારે કેટલાક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન (Canva Pro) સાથે મળે છે.

વ્યાવસાયિક ડિઝાઇનરને હાયર કરવાને બદલે, કેનવાનો ઉપયોગ કરીને તમે જાતે જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ડિઝાઇન તૈયાર કરી શકો છો. આ ખાસ કરીને નાના ઉદ્યોગો, બ્લોગર્સ અને વ્યક્તિગત ઉપયોગકર્તાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેનવા કેવી રીતે વાપરવું એના વિશે હવે પછી આપણે એક બીજી પોસ્ટમાં એક વિસ્તૃત વિડીયો મૂકવું જે જોઈને આપ કેનવા વિશે જાણી શકશો તેનું નો ઉપયોગ કેમ કરવો તે પણ આ વીડિયોમાં બતાવવામાં આવેલું છે હવે પછીની પોસ્ટમાં આ વિડીયો મુકવામાં આવશે youtube નો આ વિડીયો એમબેટ કરીને મૂકવામાં આવ્યો છે

 સૌ પ્રથમ, કેનવાની વેબસાઇટ પર જાઓ અને તમારા Google, Facebook એકાઉન્ટ અથવા ઇમેઇલ દ્વારા સાઇન અપ કરો.

 હોમ પેજ પર તમને વિવિધ કેટેગરીના ટેમ્પ્લેટ્સ જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબનું ટેમ્પ્લેટ પસંદ કરો અથવા નવું ટેમ્પ્લેટ બનાવવા માટે 'Create a design' પર ક્લિક કરો.

  હવે તમે પસંદ કરેલા ટેમ્પ્લેટમાં ફેરફાર કરી શકો છો. તમે ટેક્સ્ટ, ફોટો, કલર, ફોન્ટ વગેરે બદલી શકો છો. ડાબી બાજુના મેનૂમાંથી તમે નવા એલિમેન્ટ્સ, ફોટો, ટેક્સ્ટ વગેરે ઉમેરી શકો છો.

એકવાર તમારી ડિઝાઇન તૈયાર થઈ જાય, પછી તમે તેને JPEG, PNG, PDF કે અન્ય ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. આ માટે ઉપરના જમણા ખૂણામાં આપેલા 'Share' બટન પર ક્લિક કરો.

કેનવા (Canva) કોના માટે છે?

કેનવા દરેક વ્યક્તિ માટે છે જેને ડિઝાઇનિંગમાં રસ છે, પરંતુ તેની પાસે વ્યાવસાયિક જ્ઞાન નથી.

 પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ અને રિપોર્ટ માટે.

 ક્લાસરૂમ માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવા.

સોશિયલ મીડિયા માર્કેટિંગ, લોગો અને બ્રોશર માટે.

 બ્લોગ પોસ્ટ માટે ઈમેજ, થંબનેલ અને ઇન્ફોગ્રાફિક્સ બનાવવા એનો આ ઉપયોગી છે.

 આમંત્રણ પત્રિકા, ગ્રીટિંગ કાર્ડ અને પર્સનલ પ્રોજેક્ટ્સ માટે.

કેનવા એક ક્રાંતિકારી પ્લેટફોર્મ છે જેણે ડિઝાઇનિંગને દરેક માટે સુલભ બનાવ્યું છે. તો, આજે જ કેનવા પર જાઓ અને તમારી સર્જનાત્મકતાને પાંખો આપો!

સુરેશ ભટ્ટ 

YOU KNOW TODAY : ai full cource

YOU KNOW TODAY : ai full cource